GSIનો મોટો ખુલાસો, સોનભદ્રમાંથી સોનાનો કેટલો ખજાનો મળશે તેની આપી સ્પષ્ટ માહિતી 

ઉત્તર પ્રદેશનું સોનભદ્ર હાલ ખુબ ચર્ચામાં છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે સ્પષ્ટ કર્યું કે અહીંની સોનાની ખાણમાં 3000 ટન સોનું નહીં પરંતુ માત્ર 160 કિગ્રા સોનું હોવાનો દાવો કર્યો છે.

GSIનો મોટો ખુલાસો, સોનભદ્રમાંથી સોનાનો કેટલો ખજાનો મળશે તેની આપી સ્પષ્ટ માહિતી 

લખનઉ: ઉત્તર પ્રદેશનું સોનભદ્ર હાલ ખુબ ચર્ચામાં છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે સ્પષ્ટ કર્યું કે અહીંની સોનાની ખાણમાં 3000 ટન સોનું નહીં પરંતુ માત્ર 160 કિગ્રા સોનું હોવાનો દાવો કર્યો છે. જીએસઆઈના ડાઈરેક્ટર ડો.જી.એસ.તિવારીએ જણાવ્યું કે સોનભદ્રની ખાણમાં 3000 ટન સોનું હોનવાની વાત જીએસઆઈ સ્વીકારતું નથી. સોનભદ્રમાં 52806.25 ટન સોનું હોવાની વાત કરાઈ છે અને તે પણ શુદ્ધ સોનું તો નહીં જ. સોનભદ્રમાં મળેલા અશુદ્ધ સોનાના જથ્થામાંથી પ્રતિ ટન માત્ર 3.03 ગ્રામ સોનું જ નીકળશે. સમગ્ર ખાણમાંથી ફક્ત 160 કિલો સોનું જ મળી શકશે. 

તિવારીએ કહ્યું કે સોનભદ્રમાં હજુ પણ સોનાની શોધ ચાલુ છે. જીએસઆઈનો સર્વે હજુ પણ ચાલુ છે. ત્યાં હજુ પણ સોનું મળી આવે તે શક્યતાથી ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ હાલ જે અશુદ્ધ સોનાનો જથ્થો મળ્યો છે તેમાંથી તો ફક્ત 160 કિલો જ શુદ્ધ સોનું નીકળી શકશે. 

તેમણે જણાવ્યું કે જીએસઆઈ દ્વારા અન્વેષણની યુએનએફસી માપદંડની જી 3 સ્તરની રિપોર્ટ ડાઈરેક્ટોરેટ ઓફ જીયોલોજી એન્ડ માઈનિંગને મોકલવામાં આવી છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ઉત્તરી ક્ષેત્ર, લખનઉના ઉપરોક્ત અન્વેષણ રિપોર્ટના સંબંધમાં હરાજી સંબંધિત કાર્યવાહી માટે ડાઈરેક્ટોરેટ ઓફ જીયોલોજી એન્ડ માઈનિંગ લખનઉથી બનાવવામાં આવેલી એક ટીમ દ્વારા અન્વેષણ કરાયેલા વિસ્તારની ભૂમિ સંબંધિત રિપોર્ટ ડાઈરેક્ટોરેટમાંથી મળ્યો છે. 

તિવારીએ જણાવ્યું કે આ અંગે સોનભદ્રના જિલ્લાધિકારી પાસેથી ભૂમિ સંબંધિત રિપોર્ટ મેળવાઈ રહ્યો છે. ત્યારબાદ ક્ષેત્રને ભૂરાજસ્વ માનચિત્ર પર અંકિત કરીને ખનન માટે ઉપયુક્ત ક્ષેત્રની જરૂરી ઔપચારિકતા પૂરી કરીને હરાજીની કાર્યવાહી  કરવામાં આવશે. 

આ બાજુ કોલકાતામાં જીએસાઈના ડાઈરેક્ટર જનરલ એમ શ્રીધરે કહ્યું કે જીએસઆઈ તરફથી કોઈ પણ પ્રકારનો ડેટા આપવામાં આવતો નથી. જીએસઆઈએ સોનભદ્રમાં આટલું સોનું હોવાનું અનુમાન લગાવ્યું નથી. તેમણે કહ્યું કે રાજ્ય યુનિટ સાથે સર્વે કર્યા બાદ કોઈ ધાતુ મળવાની જાણકારી શેર કરાય છે. જીએસઆઈએ આ વિસ્તારમાં 1998-99 અને 1999-2000માં ખોદકામ કર્યું હતું, તે રિપોર્ટ ઉત્તર પ્રદેશના ડીજીએમ સાથે શેર કરાયો હતો. જેથી કરાને આગળ કાર્યવાહી થઈ શકે. શ્રીધરે  કહ્યું કે સોના માટે જીએસઆઈ તરફથી થયેલું ખોદકામ સંતોષજનક નહતુ અને અમે સોનભદ્ર જિલ્લામાં સોનાના વિશાળ સ્ત્રોતના પરિણામથી કઈ બહુ વધુ ઉત્સાહિત પણ નહતાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની સોન અને  હરદી પહાડીમાં અધિકારીઓએ સોનું મળ્યું હોવાની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત વિસ્તારની પહાડીઓમાં એન્ડાલુસાઈટ, પોટાશ, લોહ, વગેરે ખનિજ સંપત્તિ હોવાની વાત પણ ચર્ચામાં છે. ક્ષેત્રની આસપાસની પહાડીઓમાં સતત 15 દિવસથી હેલિકોપ્ટરથી સર્વે કરાઈ રહ્યો છે. કહેવાય છે કે હવાઈ સર્વેના માધ્યમથી યુરેનિયમની પણ ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે. તેની હાજરીની પણ પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

ભારતમાં સૌથી વધુ સોનું કર્ણાટકની હુત્તી ખાણમાંથી નીકળે છે. જેને લઈને ભારતમાં કર્ણાટક સોનાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ સોનાનું બીજુ મોટું ઉત્પાદક રાજ્ય છે. આ ઉપરાંત ઝારખંડ, કેરળ અને મધ્ય પ્રદેશમાં પણ સોનાની નાની મોટી ખાણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news